1§ |
શિવભક્તો બધા માને છે કે શિવ એ એવા પરમાત્મા છે, કે જેમનું પરમ અસ્તિત્વ પરાશિવ, સમય, સ્વરૂપ અને સ્થળથી પર છે. યોગી તેથી સ્તબ્ધ થઈ બોલી ઉઠે છે : "એ આ નથી. એ તે નથી". સાચેજ, એવા અગમ્ય પ્રભુ ભગવાન શિવ છે. ॐ§ |
2§ |
શિવભક્તો બધા માને છે કે ભગવાન શિવ એ એવા પ્રભુ છે, કે જેના સર્વવ્યાપી પ્રેમ, પરાશક્તિ, જે શક્તિનો સ્તોત્ર બની રહે છે તે તમામ ઉર્જા, અસ્તિત્વ, જ્ઞાન અને આનંદ ના પાયામાં વહેતી મૂળ ચેતના બની રહે છે. ॐ§ |
3§ |
શિવભક્તો બધા માને છે કે ભગવાન શિવ એ એવા દેવ છે, જેનો આત્મા જ મૂળમાં સર્વવ્યાપક છે. તે જ મહાદેવ, પરમેશ્વર છે અને વેદ અને અગમ ના કર્તા છે, જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તેના સર્જક, રક્ષક અને સંહારક પણ તે જ છે. ॐ§ |
4§ |
શિવભક્તો બધા શિવ અને શક્તિ ના પુત્ર મહાદેવ , ગણેશ માં શ્રદ્ધા સેવે છે, જેમની કોઈ પણ વિધી, પ્રાર્થના કે કાર્ય કરતા અગાઉ પૂજા કરાય છે. અનુકંપા એ ગણેશ નો નિયમ છે, તેમનો કાયદો કાયમ વ્યાજબી હોય છે. ઉચિત ન્યાય તો તેમના હૃદયે વસે છે. ॐ§ |
5§ |
શિવભક્તો બધા શિવ અને શક્તિના બીજા પુત્ર મહાદેવ કાર્તિકેય માં પણ શ્રદ્ધા ધરાવે છે, જેમની કૃપા દ્રષ્ટી સમાન ભાલો અજ્ઞાનના બંધનમાંથી મુક્તિ સાંપડે છે. પદ્માસન માં સ્થિર થયેલો યોગી ભગવાન મુરુગન ની પ્રાર્થના કરે છે. આમ પોતાના મનને સંયમીત કરી શાંતિ પ્રાપ્ત કરી શકે છે. ॐ§ |
6§ |
શિવભક્તો બધા માને છે કે દરેક જીવનું નિર્માણ ભગવાન શિવે કર્યું છે અને જીવ માત્ર ભગવાન શિવ ની અનુરુપતા ઝંખે છે. બધા જીવોની આવી અનુરુપતા ત્યારે જ સંભવે જ્યારે ભગવાનની કૃપાથી અનવ, કર્મ અને માયા ના બંધનોમાંથી તેમને મુક્તિ મળે. ॐ§ |
7§ |
શિવભક્તો બધા સૃષ્ટિ ત્રણ લોકમાં વહેંચાયેલી માને છે. તળમાં ભુલોક, જ્યાં આત્મા સજીવ સ્વરૂપો ધારણ કરે છે. ઉપર અવકાશમાં અન્તરલોક, જ્યાં આત્મા અપાર્થિવ સ્વરુપ ધારણ કરે છે, અને છેલ્લે ઉપર શિવલોક, જ્યાં આત્મા પોતાના અદ્રશ્ય તેજસ્વી સ્વરુપમાં હોય છે. ॐ§ |
8§ |
શિવભક્તો બધા કર્મના સિધ્ધાંતમાં માને છે, જે અનુસાર દરેકે પોતે કરેલા બધાં કર્મોનો ફળ ભોગાવવો પડે. એટલુંજ નહીં, પરંતુ દરેક આત્માએ કર્મફળનો ભોગવટો પુરો ન થાય ત્યાં સુધી ફરી ફરી જન્મ લેવો પડે. આવો ભોગવટો પુરો થયા પછી જ તે મુક્તિ મેળવી મોક્ષ પ્રાપ્ત કરી શકે. ॐ§ |
9§ |
શિવભક્તો બધા માને છે કે પવિત્ર આચાર-નિયમવાળું સદગુણી જીવન, ક્રિયાઓ અને મંદિરમાં પૂજા-અર્ચના ઉપરાંત યોગ, આ બધા વડે અને વર્તમાન સદગુરૂ ના આશીર્વાદ થકી પરશિવ- જે સમય અને સ્વરુપ થી પર એવી ભગવાન શિવ ની અનુભુતિ છે તેની પ્રાપ્તિ થાય છે, જે જ્ઞાન અને શાણપણ મેળવવા બહુ જરૂરી છે. ॐ§ |
10§ |
શિવભક્તો બધા માને છે કે આંતરિક રીતે કોઈ દૂષ્ટતા કે પાપ હોતાં નથી. પાપનું કોઈ સ્તોત્ર નથી, સિવાય કે પાપના પાયામાં અજ્ઞાન જ આપણને દેખાય. શિવભક્તો અનુકંપાવાળા હોય છે, કારણ તેઓ જાણે છે કે અંતમાં તો કશુ સારું કે ખોટું હોતું નથી, બધી શિવ ની લીલા માત્ર છે. ॐ§ |
11§ |
શિવભક્તો બધા માને છે કે સૃષ્ટિના ત્રણે લોકમાં એક સાથે સુસંગત શાંતિ એજ ધર્મનો મર્મ છે, આવી સુસંગતતા તો મંદિરમાં પ્રાર્થનાથી ઉદભવે જ્યાં ત્રણે લોકના જીવ અરસ- પરસ સંપર્ક કરી શકે છે. ॐ§ |
12§ |
શિવભક્તો બધા પંચાક્ષર મંત્ર માં માને છે. આ પવિત્ર મંત્ર "નમઃ શિવાય" એ શિવમાર્ગી ઑનો શ્રેષ્ટ અને અનિવાર્ય મંત્ર છે. નમઃ શિવાય નું રહસ્ય તે યોગ્ય હોઠે થી યોગ્ય સમયે સાંભળવામાં રહેલું છે. ॐ§ |